આજથી નવું ટ્રેડિંગ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે.ત્યારે છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો થયો હતો.ત્યારે આવી સ્થિતિમાં આજે બધાની નજર ધનતેરસ અને દિવાળી પહેલા બુલિયન માર્કેટમાં સોના-ચાંદીની ચાલ કેવી રહે છે તેના પર રહેશે.
આ પહેલા શુક્રવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો.ત્યારે બુધવારની સરખામણીએ શુક્રવારે સોનું રૂ. 190 મોંઘું થયું છે. ચાંદીના ભાવમાં પણ રૂ.376નો ઉછાળો નોંધાયો હતો.
આ ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સોનું 190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું અને 47702 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આ કારણે બુધવારે સોનું 47512 રૂપિયા પ્રતિ 10 સ્તર પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદી 63175 રૂપિયા પ્રતિ કિલોથી 376 રૂપિયા મોંઘી થઈને 63551 રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે દિવાળીના દિવસે (ગુરુવારે) સોના અને ચાંદીના ભાવની જાહેરાત કરવામાં આવી ન હતી. ધનતેરસની સરખામણીમાં છોટી દિવાળીના દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ રીતે, સોનું હજી પણ તેની ઓલ-ટાઇમ હાઈ કરતાં 8498 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. ઓગસ્ટ 2020માં સોનું તેની સર્વકાલીન ઉંચી સપાટીએ પહોંચ્યું હતું. તે સમયે સોનું 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તાજેતરમાં સ્થાનિક બજારમાં સોનું રૂ.45 હજારની નીચે ગબડ્યું હતું. જ્યારે આ વર્ષે 1 જાન્યુઆરીએ સોનું રૂ. 50,300 હતું. બીજી તરફ ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી લગભગ 16424 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે. ચાંદીનો ઓલ ટાઈમ હાઈ રૂ. 79980 પ્રતિ કિલો હતો.
Read More
- ઓર્ડર આપ્યા વિના તમારા ઘરે પાર્સલ આવે તો ખુશ ન થતા, તમારું બેંક ખાતું ખાલી થતાં વાર નહીં લાગે
- બળાત્કારના દોષિત આસારામ બાપુને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે વચગાળાના જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા
- ટ્રમ્પ જોતા રહ્યા, ચીને ભારત માટે દરવાજા ખોલ્યા, હવે આ 3 વસ્તુઓની કોઈ કમી નહીં રહે
- સાતમ આઠમની 3 દિવસની રજામાં 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, સુરતમાં હીરા કંપનીના પોલિશિંગ યુનિટમાં અંધાધૂંધી
- આ છે સૌથી મોંઘો ગણપતિ પંડાલ, 474 કરોડનો તો ખાલી વીમો લીધો, જાણો કેટલા કિલો સોનુ-ચાંદી ચઢશે!