ફરી એકવાર વાહનોના ઇંધણ CNG અને LPGની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ની કિંમતમાં પ્રતિ કિલો રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ વધારામાં ટેક્સનો સમાવેશ થાય છે. અને આ દરો આજ સવારથી એટલે કે 18 ડિસેમ્બર 2021થી લાગુ કરવામાં આવ્યો છે.ત્યારે સીએનજી ઉપરાંત એલપીજી પીએનજીની કિંમતમાં પણ પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
CNGના ભાવમાં વધારા બાદ હવે મુંબઈમાં નવો ભાવ 63.50 રૂપિયા પ્રતિ કિલો થયો છે.ત્યારે મુંબઈમાં પાઇપ્ડ નેચરલ ગેસની સંશોધિત કિંમત 38 રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ છે. ત્યારે તમને જણાવી દઈએ કે આ વર્ષે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં છેલ્લા 11 મહિનામાં CNGની કિંમતમાં 16 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી અસર મેટ્રોપોલિટન વિસ્તારના 8 લાખ ગ્રાહકો પર પડી છે.
સીએનજીના ભાવમાં ફેરફારની સીધી અસર 3 લાખ પર્સનલ કાર યુઝર્સ પર પડી છે. આ સિવાય ઓટો, ટેક્સી અને બસ જેવા સાર્વજનિક પરિવહનમાં મુસાફરી કરતા લોકો આ વધારાથી પ્રભાવિત થયા છે. તેમજ છેલ્લા ત્રણ મહિનામાં ચોથી વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કાલી પીલી ટેક્સી અને ઓટોરિક્ષા યુનિયન આ વખતે ભાડામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. આ વર્ષે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 16ના વધારા બાદ કાલી-પીલી ટેક્સીનું લઘુત્તમ ભાડું રૂ.5 અને ઓટોરિક્ષાનું રૂ.2 વધાર્યું છે.
Read More
- ધોની આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે કે નહીં? CSK કોચ ફ્લેમિંગે પોતાના નિવેદનથી હંગામો મચાવ્યો
- ભારતનું એકમાત્ર ઇન્ટેક્સ મુક્ત રાજ્ય, આવક ૧૨ લાખ હોય કે ૧૨ કરોડ, તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી
- રામ નવમી 5 શુભ સંયોગોમાં ઉજવાશે, આ 6 રાશિઓ પર રહેશે રામના આશીર્વાદ, તેમની જોલી ખુશીઓથી ભરાઈ જશે!
- રામ નવમી પર ભગવાન શ્રી રામ આ રાશિઓ પર કૃપા કરશે, સંપત્તિમાં વધારો થશે, નવી નોકરીની તકો ઉપલબ્ધ થશે
- ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે..વંટોળ તો ક્યાંક પડશે કમોસમી વરસાદ