ધનતેરસ 2022 પહેલા સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 21 ઓક્ટોબર 2022ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો તમે પણ આ વખતે દિવાળી પર જ્વેલરી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ એક સારી તક બની શકે છે. આજે સોનાનો ભાવ 50,000 રૂપિયાની નીચે આવી ગયો છે.
સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ધનતેરસ પહેલા આજે એટલે કે 21 ઓક્ટોબરે સોનાની કિંમત 0.51 ટકા ઘટીને 49885 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. આ સિવાય ચાંદીની કિંમત 0.85 ટકા ઘટીને 56170 રૂપિયા પ્રતિ કિલો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું સસ્તું
આ સિવાય જો વૈશ્વિક બજારની વાત કરીએ તો આજે સોનાની હાજર કિંમત 0.08 ટકા ઘટીને 1,626.25 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. આ સિવાય ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. ચાંદીની હાજર કિંમત આજે 1.11 ટકા વધીને 18.62 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.
ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ ગણાય
ધનતેરસનો દિવસ સોનું ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, આવી સ્થિતિમાં તમારી પાસે સસ્તુ સોનું ખરીદવાનો મોકો છે. ધનતેરસના શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ કારણથી હિંદુ ઘરોમાં ધનતેરસના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવામાં આવે છે.
તમારા શહેરના દરો તપાસો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.
read more…
- ઈતની ખુશી… LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, નવા ભાવ જાણીને મોજમાં આવી જશો!!
- બાપ રે બાપ… એર ઈન્ડિયાનું બીજું વિમાન પણ ક્રેશ થવાનું જ હતું… માંડ માંડ બચ્યા, 900 ફૂટ ઉંચાઈએથી….
- રોજે રોજ મોજે મોજ.. હવે મિનિમમ બેલેન્સ નહીં રાખો તો પણ કોઈ દંડ નહીં વસુલે, બેંકે આપી ગ્રાહકોને મોટી ભેટ
- વાહ વાહ… પુત્રીના લગ્ન પર હવે સરકાર આપશે પુરેપુરા 51,000 રૂપિયા, સરકારના નિયમોમાં મોટો ફેરફાર
- હવે આ જ બાકી હતું… ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ બીયર પીતા ઝડપાયો, પછી એવું થયું કે…