ભારતીય હવામાન વિભાગ (IMD) એ અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાતી તોફાનના કારણે મહારાષ્ટ્રમાં હવામાનમાં ફેરફારની ચેતવણી આપી છે. આજના IMD હવામાન અપડેટમાં જણાવાયું છે કે દક્ષિણપશ્ચિમ ચોમાસું આજે 19 ઓક્ટોબરે સમગ્ર દેશમાંથી વિદાય થયું છે. દક્ષિણપૂર્વમાં અને દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રની નજીક નીચા દબાણનો વિસ્તાર સ્થિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી દરિયાના ગરમ તાપમાનને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે.
અરબી સમુદ્ર પર નીચા દબાણનો વિસ્તાર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ નીચા દબાણનું ક્ષેત્ર 21 ઓક્ટોબરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચવાની શક્યતા છે.
બંગાળની ખાડી પર બીજી સિસ્ટમ!
આ સિવાય બીજી સિસ્ટમ 21 ઓક્ટોબરની સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રચે અને 23 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર બને તેવી શક્યતા છે.