ગુજરાતમાં જે રીતે એક બાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. તે પરથી તો લાગી રહ્યુ છે કે ગુજરાતના લોકો કોઈ વસ્તુની નકલ કરવાની બાબતમાં ચાઈનાને હંફાવવાની તૈયારીમાં છે. અસલી વસ્તુ જેવી જ નકલી વસ્તુ બનાવવામાં ચીનનું માર્કેટ દુનિયાભરમાં બદનામ છે. પરંતુ હાલના દિવસોમાં જે રીતે ગુજરાતમાંથી નકલી વસ્તુઓ પકડાઈ રહી છે, તેના પરથી તો લાગી રહ્યુ છે કે નકલ કરવાની રેસમાં હવે તો ગુજરાત પણ પાછળ નથી.
બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક બાહુબલિઓએ છેલ્લા દોઢ વર્ષથી પોતાનું ટોલનાકું ઊભું કર્યું છે. વાહનચાલકો પાસેથી ટોલનાકા કરતા અડધા ભાવે ઉઘરાણું કરી રહ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
આ ગેરકાયદે ટોલનાકા કાંડમાં વ્હાઇટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મહત્નું છે કે આરોપી અમરશી પટેલ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલનો પુત્ર છે. જ્યારે ભાજપ અગ્રણીની સંડોવણી પણ બહાર આવી છે. આ અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે, પ્રાંત અધિકારી અને DYSPની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. આની તપાસ કરી અને જે પણ કસૂરવાર હશે તેના સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે.
બધી જ વસ્તુઓ ગુજરાતમાંથી પકડાઈ ચુકી છે. ત્યારે તેમાં હવે વધુ એક નઝરાણું જોડાયુ છે. નકલી ટોકનાકુ…ગુજરાતના છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરીનું મસમોટુ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે ફરી એક વખત નકલી ટોકનાકુ ઝડપાયું છે. જીહા, મોરબીમાંથી આખે આખું નકલી ટોલનાકું ધમધમતુ હોવાનો ખુલાસો થયો છે. મોરબીના વાંકાનેરના વઘાસિયા પાસે આ નકલી ટોલનાકું છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યુ છે.
આમ તો વઘાસિયા ટોલ પ્લાઝા પર નિયમ મુજબ ટોલ ટેક્સ વસૂલાય છે. પરંતુ અસલી ટોલનાકાના ટેક્સ કરતા ઓછો ટેક્સ રાખીને ભેજાબાજોએ બાયપાસ બનાવીને બંધ સીરામીક ફેક્ટરીને ભાડે રાખીને નકલી ટોલનાકું ઊભું કરી નાંખ્યું. જેમાં ફોર વ્હીલરના 50 રૂપિયા, મેટાડોર અને આઈશરના 100 રૂપિયા અને ટ્રકના 200 રૂપિયા ટેક્સ પેટે વસૂલવામાં આવતાં હતા.