અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજી વેસ્ટન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજી વેસ્ટન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચે આવશે. આ સાથે આંચકાનો પવન ફૂંકાશે. 11 થી 13 માર્ચ સુધી વેસ્ટન ડિસ્ટર્બન્સની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારોને કારણે કેટલાક કમોસમી વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચમાં પવન ફૂંકાતા રહેશે. ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિ રહેશે. ગેલ ફોર્સ પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ વગેરે થઈ શકે છે. આરબ દેશોમાંથી ઉડતી ધૂળના કારણે કાળા વાવાઝોડા દેશના ભાગોમાં ત્રાટકે તેવી શક્યતા છે.
આગળ પરિસ્થિતિ ગંભીર બનશે:
દેશમાં આ વર્ષે ભયંકર ગરમીની ચેતવણી આપવામાં આવી છે. અલ નીનોના કારણે મે સુધી આકરી ગરમી રહેશે. તેમાં પણ હીટવેવના કારણે સ્થિતિ બગડી શકે છે. એક તરફ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિવરાત્રિ સુધી ઠંડા પવનો ફૂંકાશે, ગુજરાતીઓએ સાવધાન રહેવું પડશે. જ્યોતિષાચાર્ય મુજબ 8 થી 12 માર્ચ વાતાવરણમાં વિપરીત યોગ છે. હાલમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગળ પરિસ્થિતિ વિકટ બનશે. નલિયામાં 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ અમે નથી કહી રહ્યા, આ તે છે જે જ્યોતિષીઓ બદલાતી ગ્રહોની સ્થિતિના આધારે આગાહી કરી રહ્યા છે.
20 માર્ચે સૂર્યાસ્ત થતાં જ ગરમીમાં વધારો થશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ઉનાળો સખત ગરમ રહેવાની આગાહી કરવામાં આવે છે અને તેમાં વિશિષ્ટ હવામાન પરિસ્થિતિઓ હોય છે. જો પવનની ઝડપ વધુ હોય તો બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે. આંબામાં મોર આવી ગયો હોય તેવા સંજોગોમાં જો પવન ફૂંકાશે તો મોર પડી જવાની સંભાવના છે. ઉનાળો ખેડૂતો માટે પણ ચિંતાઓ લાવી રહ્યો છે.
હવે જ્યોતિષીએ પણ વાતાવરણમાં ફેરફારની આગાહી કરી હતી.
હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલ જેવા હવામાનશાસ્ત્રીઓની સાથે હવે જ્યોતિષીઓ પણ હવામાનમાં થતા ફેરફારોની આગાહી કરી રહ્યા છે. ત્યારે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી જ્યોતિષોએ કરી છે. જ્યારે બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચે આવશે. આ સાથે આંચકાનો પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારોને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની શક્યતા છે.