ભારતીય સમાજમાં ‘લગ્ન’ એક એવું પવિત્ર બંધન છે, જેને પતિ-પત્ની નિષ્ઠા અને સમર્પણથી નિભાવે છે. સાત ફેરાનું બંધન સાત જન્મો સુધી ટકે છે. પરંતુ, ભારતીય સમાજમાં વિદેશી સંસ્કૃતિ ઘુસવા લાગી છે. ડેટિંગ એપ ગ્લીડનનો રિપોર્ટ કહે છે એ સાંભળીને તમને પણ વિશ્વાસ નહીં આવે. આ રિપોર્ટમાં લગ્નોમાં થતી બેવફાઈનો પર્દાફાશ કરીને બધાને ચોંકાવી દીધા છે. ચાલો જાણીએ શું છે આ રિપોર્ટ?
ડેટિંગ એપ ગ્લીડનના સર્વે રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ ડેટિંગ એપનો દાવો છે કે ભારતીય સમાજમાં પરિણીત યુગલો બેવફાઈ તરફ વધુ વલણ ધરાવે છે. એવું પણ કહેવાય છે કે 60 ટકાથી વધુ યુગલો પતિ કે પત્નીને છોડીને બીજાને ડેટ કરવા માંગે છે. સાદી ભાષામાં કહીએ તો લોકોમાં હવે બીજે મોં મારવાની આદત વધારે પડી ગઈ છે. આ માટે તેઓ ડેટિંગ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે.
સર્વે રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પરિણીત યુગલો અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેલા કપલ્સ બીજી જગ્યાએ મોં મારવા તરફ આગળ વધી રહ્યા છે. એટલું જ નહીં, સર્વેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કપલ્સ ડેટિંગની અલગ-અલગ રીતો પણ અજમાવી રહ્યા છે.
સર્વે અનુસાર 46 ટકા પુરુષો ઘરની બહાર અફેર ચલાવી રહ્યાં છે. તેઓ જાણે છે કે વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો. જેમ કે સોશિયલ મીડિયા દ્વારા, ડેટિંગ એપ્લિકેશન્સ દ્વારા અને વ્યક્તિગત રીતે બીજી મહિલા સાથે અફેર ચલાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર મહિલાઓની સંખ્યા ઓછી છે. લગભગ 33 થી 35 ટકા મહિલા એવી છે કે જે તેમના પાર્ટનર સિવાય અન્ય કોઈ પુરુષ સાથે અફેર રાખવાનું વિચારે છે.