ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કેટલાય વર્ષોથી લોકોને હસાવી રહ્યો છે. હંમેશા દર્શકોનો પ્રિય શો ‘TMKOC’માં બધા પાત્રો પણ ઘરે ઘરે ફેમસ છે. ત્યારે આ શોમાં જોવા મળતી મુનમુન દત્તાની નેટવર્થ વિશે અને અંગત જીવન વિશે દિવસે દિવસે નવા નવા અહેવાલ સામે આવતા રહે છે. હાલમાં જ તેની સગાઈની અફવા પણ ઉડી હતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં બબીતા જીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાને ઈન્સ્ટાગ્રામ પર 80 લાખથી વધુ લોકો ફોલો કરે છે. સૌથી પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દર્શાવવામાં આવેલા દરેક પાત્રને લોકો પસંદ કરે છે. આમાંથી એક અભિનેત્રી મુનમુન દત્તા છે, જેને આ શોથી સૌથી વધુ ઓળખ મળી છે. મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ એક્ટિવ રહે છે. હાલમાં અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 8.1 મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે. મુનમુન દરરોજ ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરે છે અને કંઈખ નવું અપડેટ આપતી રહે છે.
મુનમુન દત્તા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે. મુનમુને 17 વર્ષની ઉંમરે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બબીતા જી’નું પાત્ર ભજવનાર મુનમુન દત્તા એક એપિસોડ માટે 50 થી 65 હજાર રૂપિયા ચાર્જ કરે છે.
જો કે માત્ર આ શોમાંથી જ બબીતા કમાય એવું નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ થી કમાણી સિવાય અભિનેત્રી પાસે આવકના ઘણા સ્ત્રોત પણ છે. ટીવી શોમાં કામ કરવા સિવાય મુનમુન દત્તા ઘણી બ્રાન્ડ માટે કામ કરે છે. આ સિવાય તે ઘણી બધી જાહેરાતોમાં પણ જોવા મળે છે, જે ખૂબ જ વધારે પૈસા ચાર્જ કરે છે. અભિનેત્રી મુનમુન દત્તા પણ યુટ્યુબ પર ઘણી એક્ટિવ છે, અહીંથી તે વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે. તેની નેટવર્થની વાત કરીએ તો મુનમુન પાસે કુલ 30 કરોડ રૂપિયાની સંપત્તિ છે.