કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નેહરુ અને કલમ 370નો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 લાગુ કરીને ભૂલ કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના જોધપુરમાં કહ્યું કે, “PM મોદીએ તે તમામ વચનો પૂરા કર્યા છે જે ભાજપે તેની સ્થાપના સમયે કર્યા હતા. જ્યારે પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુએ જમ્મુ-કાશ્મીરમાં 370 લાગુ કરીને સૌથી મોટી ભૂલ કરી હતી. આ ભૂલને કેન્દ્રની મોદી સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ સુધારી હતી અને જમ્મુ-કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, “ભાજપ એક એવી પાર્ટી છે જેમાં નેતાઓના બળ પર નહીં પરંતુ બૂથ કાર્યકરોના બળ પર ચૂંટણી જીતવામાં આવે છે. વિશ્વમાં દેશનો ધ્વજ ઉંચો કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ સાથે સમગ્ર દેશની જનતા પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટવા માટે તૈયાર છે.
સોનિયા ગાંધી અને મનમોહન સિંહનો ઉલ્લેખ કર્યો
કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે 10 વર્ષ પહેલા દેશમાં યુપીએની સરકાર હતી અને સોનિયા ગાંધી અને મનમોહન સિંહે દેશનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું હતું. તેમણે વધુમાં કહ્યું કે 2014માં દેશ અને રાજસ્થાનની જનતાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું કામ કર્યું અને 10 વર્ષમાં પીએમ મોદીએ દેશના દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.
અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે કહ્યું કે 2014માં રાજસ્થાનની જનતાએ 55% વોટ સાથે પીએમ મોદીને 25 સીટો આપી હતી. 2019 માં, વોટ વધીને 61% થયા અને પછી ભાજપને બધી 25 બેઠકો મળી. હવે ફરી નરેન્દ્ર મોદી આવ્યા છે, આ વખતે તેમણે 70% મતોથી 25માંથી 25 બેઠકો જીતીને હેટ્રિક ફટકારવાની છે.