ક્ષત્રિય સમાજની આગમાં હવે પાટીદારો આવી ગયા છે. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આગળ આવ્યો છે. રૂપાલાના સમર્થનમાં કડવા પાટીદારોએ સોશિયલ મીડિયા પર મેસેજ શરૂ કર્યા છે. મહિલા ભાજપ અને કડવા પાટીદાર નેતા જ્યોતિ ટીલવાએ પોસ્ટ લખી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “બે વખત માફી માંગ્યા પછી પણ તેણે આવો મુદ્દો ઉઠાવવો જોઈએ તે વ્યાજબી નથી. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગીએ અને રૂપાલા સાહેબને સમર્થન કરીએ.
લોકસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો છે. આજે વડોદરા ખાતે પાટીદાર સમાજની બેઠક મળશે. ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પાટીદાર સમાજની મહત્વની બેઠક યોજાશે. આજે એ જ વિસ્તારમાં મોટી સંખ્યામાં પાટીદારો સભામાં હાજરી આપશે. પાટીદાર સમાજની બેઠક રાજકીય રીતે મહત્વની બની રહેશે તેવી ચર્ચા છે.
તો અન્ય પાટીદાર યુવાનોએ જ્યોતિ ટીલવાની પોસ્ટ પર રૂપાલાની તરફેણ કરતી કોમેન્ટ લખી છે. આમ રૂપાલાને રાજકોટમાં પાટીદારોનું સમર્થન મળી રહ્યું છે.