પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિખવાદને કારણે હવે ભાજપમાં જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના એક નેતાએ ચાલુ ભાષણની વચ્ચે અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી. બોટાદમાં ‘મોદી પરિવાર સભા’માં બોટાદ તાલુકા ભાજપના મહામંત્રીએ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજીનામું આપ્યું હતું. ત્યારે આ કિસ્સો હવે ચર્ચા જગાવી રહ્યો છે.
બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજીનામું આપ્યું છે. રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદનને લઈને બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી વિજય ખાચરે રાજીનામું આપ્યું હતું. બોટાદના પાયદ ખાતે મોદી પરિવાર સભાના જાહેર કાર્યક્રમ દરમિયાન વિજય ખાચરે ભાષણની વચ્ચે જ રાજીનામું આપી દીધું હતું. સાથે જ રૂપાલાના નિવેદનનો સુખદ અંત લાવવા માટે મોવડી મંડળે કાર્યક્રમમાં જ જાહેર રજૂઆત કરી હતી.