T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયામાં ફિનિશર તરીકે ઉભરી રહેલા રિંકુ સિંહને BCCIએ હટાવીને ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. 15 સભ્યોની ભારતીય ટીમમાં ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો નથી. IPLમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહેલા શુભમન ગિલ પણ ભારતીય ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી.
BCCIએ મંગળવારે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા અપેક્ષા મુજબ કેપ્ટન રહેશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઋષભ પંતની ટીમમાં વાપસી થઈ છે. પંડ્યાને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ભારતીય ટીમની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે રિંકુ સિંહ આ ટીમમાં હોવો જોઈતો હતો. પઠાણે ટ્વીટ કર્યું કે ટીમની પસંદગી કરતી વખતે રિંકુ સિંહના ભૂતકાળના પ્રદર્શનને ધ્યાનમાં રાખવું જોઈતું હતું. તમને જણાવી દઈએ કે 15 સભ્યોની ટીમની સાથે BCCIએ 4 રિઝર્વ ખેલાડીઓની પણ પસંદગી કરી છે. જેમાં શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાનનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડીઓઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન.