મુંબઈ ઈન્ડિયન્સ (MI) સૌથી ખરાબ ટીમ તરીકે IPL 2024માંથી વિદાય લઈ ગઈ છે. શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 18 રનથી હરાવ્યું હતું. IPL 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમના ફ્લોપ શો બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન BCCIએ હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હાર્દિક પંડ્યાને તેની એક ભૂલને કારણે આટલી મોટી કિંમત ચૂકવવી પડી છે. BCCIએ હાર્દિક પંડ્યા પર મેચ ફીના 30 ટકાનો દંડ લગાવ્યો છે અને તેના પર IPLની એક મેચ પર પ્રતિબંધ પણ લગાવ્યો છે.
BCCIએ અચાનક જ હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ લગાવ્યો
વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 30 લાખ રૂપિયાનો દંડ અને એક આઈપીએલ મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર હાર્દિક પંડ્યા જ નહીં પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ તમામ ખેલાડીઓને ઈમ્પેક્ટ પ્લેયર સહિત દરેકને 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50 ટકા (જે ઓછી હોય)નો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL 2024 સીઝનમાં હાર્દિક પંડ્યા ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષિત જાહેર થયો છે. આઈપીએલ 2024 સીઝનમાં ધીમી ઓવર રેટ સાથે સંબંધિત મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને તેના કેપ્ટન હાર્દિક પંડ્યાનો આ ત્રીજો ગુનો હતો.
હાર્દિક પંડ્યા IPL 2025ની પ્રથમ મેચ રમી શકશે નહીં
મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં નિર્ધારિત સમયમાં તેની 20 ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહી. BCCIએ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમ અને તેના કેપ્ટન હાર્દિક પંડ્યાને IPLની લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં ધીમી ઓવર રેટ માટે દોષિત જાહેર કર્યા બાદ આ મોટી સજા આપી છે. આ પ્રતિબંધને કારણે મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો કેપ્ટન હાર્દિક પંડ્યા આગામી IPL સિઝનની પ્રથમ મેચ રમી શકશે નહીં. એટલે કે હાર્દિક પંડ્યાને IPL 2024ની સજા IPL 2025માં ભોગવવી પડશે.
નિયમો શું કહે છે?
નિયમો અનુસાર જો કેપ્ટન IPL સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરે છે, તો કેપ્ટન પર 30 લાખ રૂપિયાનો દંડ અને એક IPL મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. તે જ સમયે, ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ ઇલેવનના અન્ય ખેલાડીઓ પર 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50% (જે ઓછુ હોય તે) દંડ લાદવામાં આવે છે. નિયમો અનુસાર, ટીમે 90 મિનિટમાં 20 ઓવર પૂરી કરવાની હોય છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ સિઝનમાં તેની તમામ 14 મેચ રમીને લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાએ હવે IPL 2025માં તેની સજા પૂરી કરવી પડશે.