ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે અને હવે લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળવા જઈ રહી છે, ત્યારે અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને ફરી એક મોટી આગાહી કરી છે.
ગુજરાતમાં 20મી જૂનથી સારો વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 20મી જૂનથી સારા વરસાદની સંભાવના છે, ચોમાસાની શરૂઆત સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્ર અને બંગાળમાં ડિપ્રેશનની સીધી અસર
આવતા અઠવાડિયે ઝડપી પવન સાથે વરસાદની શક્યતા છે. 20મી જૂનથી અરબી સમુદ્ર અને બંગાળ સાગમાં સર્જાયેલા ડિપ્રેશનની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે. આ સાથે 23 જૂન પછી પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદના અહેવાલ છે.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગો, પેટા-હિમાલયી પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના ભાગોમાં આગામી 3 થી 4 દિવસ દરમિયાન ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સરેરાશ દરિયાઈ સપાટી 3.1 થી 5.8 કિમીની વચ્ચે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ રહ્યું છે.