જો તમે ફિક્સ ડિપોઝિટ એટલે કે FDમાં રોકાણ કરવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં, દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના રોકાણકારો માટે મોટા સમાચાર આપ્યા છે.
બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. SBIએ 3 કરોડ રૂપિયાથી ઓછીની FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા દરો 15 જૂન 2024થી લાગુ થઈ ગયા છે. હવે SBIના રોકાણકારો FD પર વધુ નફો મેળવી શકશે.
SBIએ અમુક મુદતની થાપણો પરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ (0.25 ટકા) વધારો કર્યો છે. બેંકે એક વર્ષથી ઓછા સમયગાળાની FD પર વ્યાજ 180 દિવસથી વધારીને 210 દિવસ અને 211 દિવસ કર્યું છે.
જાણો શું છે FD દરો
7 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે – 3.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 4 ટકા
46 દિવસથી 179 દિવસ: સામાન્ય લોકો માટે – 5.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 6 ટકા
180 દિવસથી 210 દિવસ: સામાન્ય લોકો માટે – 6.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 6.75 ટકા
211 દિવસથી 1 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે – 6.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 7 ટકા
1 વર્ષથી 2 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે – 6.80 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 7.30 ટકા
2 વર્ષથી 3 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે – 7.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 7.50 ટકા
3 વર્ષથી 5 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે – 6.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 7.25 ટકા
5 વર્ષથી 10 વર્ષ સુધી: સામાન્ય લોકો માટે – 6.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 7.50 ટકા