હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતમાં 23 જૂનથી ભારે વરસાદ શરૂ થશે.અંબાલાલ પટેલે 30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
કેરળથી કર્ણાટકઃ આ પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
વેસ્ટ કોસ્ટ: પ્રદેશમાં ઝરમર વરસાદ જોવા મળશે, જ્યારે મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં:
24 થી 26 જૂન: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
આજથીઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ શકે છે.
30 જૂન સુધીમાં: સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.
ભાવનગર અને અમરેલીઃ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
24 થી 30 જૂન: રાજ્યભરમાં વરસાદ પડવાની શક્યતા છે.
દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
30 જૂન સુધીમાં: રાજ્યભરમાં વ્યાપક વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચોમાસા માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ચોમાસું ફરી સક્રિય થશે અને રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે.
નવસારીમાં 11 જૂને ચોમાસું પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે આગળ વધી શક્યું ન હતું. હવે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેના કારણે અમદાવાદમાં 25 જૂન સુધીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને વડોદરામાં વરસાદ પડશે. આ સાથે પવન પણ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.
જો કે, રાજ્યના 31 જિલ્લામાં જ્યાં ચોમાસુ રોકાઈ ગયું છે ત્યાં વરસાદમાં ઘટાડો નોંધાયો છે. જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 66% ઓછો અને ગુજરાતમાં 74% ઓછો વરસાદ પડ્યો છે.
જો કે આગામી દિવસોમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે. ગઈકાલે બપોરે દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો.