રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સરક્યુલેશનની રચનાને કારણે આગામી 3 દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે વલસાડ, દમણ, દાદરાનગર નગર હવેલીમાં રેઈનફોલ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે. હવે આગામી દિવસોમાં ચોમાસુ આગળ વધે તેવી શક્યતા છે. પવનની દિશા અને વરસાદની સિસ્ટમને કારણે હવે ચોમાસું આગળ વધશે.
હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ માટે યલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ, દાદરાનગર નગર હવેલીમાં આજે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ખેડૂતો વરસાદની રાહ જોતા હોય તેમ અંબાલાલ પટેલે ખેડૂતોની આતુરતાનો અંત લાવવાની આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 24 થી 30 જૂન વચ્ચે વાવણીલાયક વરસાદ પડશે. પરંતુ 5 જુલાઈ પછી વરસાદી પાણી ખેતીના પાકમાં રોગો લાવી શકે છે. કવારપામાં ખેતી કે આંતરખેડ સારી નથી. વરસાદ પછી ખેતીના કામ કરવા સારા રહેશે.
અંબાલાલ પટેલનું કહેવું છે કે રથયાત્રાના દિવસે પણ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ પડી શકે છે, અંબાલાલના જણાવ્યા અનુસાર 20 જુલાઈની આસપાસ દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.નર્મદા, સાબરમતી અને તાપીના જળસ્તર ગુજરાતની નદીઓ વધી શકે છે.