હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે અને ઓડિશા ઉપર સિસ્ટમ બનાવે છે. ગુજરાતમાં, 30 જૂનથી 1 જુલાઈ દરમિયાન, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 2 થી 5 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. 5 થી 12 જુલાઈ દરમિયાન રાજ્ય સહિત દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
આજે 28મી જૂને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને રાજકોટ, જામગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમામ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.