હવામાનશાસ્ત્રી અને કૃષિ નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસુ અને વરસાદની સ્થિતિ અંગે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ ચોઘડિયા અને મહત્વપૂર્ણ તારીખોના આધારે આગાહી કરે છે જેમાં તે હવે અષાઢી બીજના દિવસે વીજળીના ચમકારાથી ચોમાસાના મૂડ વિશે કેટલીક સંભાવનાઓ આપે છે. ગુજરાતમાં પ્રવેશ્યા બાદ અટકી ગયેલા ચોમાસાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થયો હતો.
જો કે છેલ્લા એક સપ્તાહથી વરસાદ થંભી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ હોળીની જ્યોત, ટીટોડીના ઈંડા, પ્રાણીઓ અને પ્રકૃતિની હિલચાલ પરથી ગુજરાત અને દેશના હવામાનની આગાહી કરે છે, હવે તેમણે અષાઢી બીજના દિવસે એટલે કે રથયાત્રાના દિવસે થયેલી વીજળીના આધારે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલે અષાઢી બીજની રાત્રે વાતચીતમાં જણાવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે આકાશમાં વાદળો છે, અને પૂર્વમાં વીજળી પડી છે. જેથી હવે વરસાદની શક્યતાઓ છે. 8મી, 9મી અને 10મીએ ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.
આ સાથે તેમણે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરતા કહ્યું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલે એમ પણ કહ્યું કે 17 જુલાઈ પછી સારા વરસાદની શક્યતા છે.