રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જુલાઈના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં મેઘમહેર જામી જશે. બંગાળની ખાડીમાં 15 થી 16 જુલાઈ દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 17 થી 24 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદ પડશે. 17 થી 24 જુલાઈ દરમિયાન સાર્વત્રિક વરસાદ થશે. જ્યારે બીજી વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં સક્રિય થશે. અંબાલાલ પટેલે ઓગસ્ટમાં વરસાદની ઘટ પુરી થવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હજુ પણ જોઈએ એવો વરસાદ થયો નથી. હવામાન વિભાગે 16 જુલાઈ પછી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારીના વાંસદામાં સાડા છ ઈંચ વરસાદ પડી ગયો છે. નવસારીના ગણદેવીમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.