હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ચાલો જોઈએ કે કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આણંદ, વડોદરા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, તાપી, ડાંગ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન રહેશે.
ચેતવણી સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી
ઉમરપાડામાં ઊંધી રકાબીની જેમ ફાટ્યો, SDRF ટીમ સ્ટેન્ડબાય, મોહન-વીરા નદીમાં પૂર
આગામી બે દિવસ ભારે રહેશે
રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને બે દિવસ પછી દરિયામાં ન જવાની સૂચના આપી છે. આ વિશે હવામાન વિભાગના નિયામક એકે દાસે જણાવ્યું હતું કે ઑફશોર ટ્રફ, સાયક્લોનિક સરક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાં વરસાદને સક્રિય કરશે. આ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી
વેધર ફોરકાસ્ટર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમના મતે ગુજરાતમાં આગામી 48 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે. સરખેજ, સાણંદ, બાવળામાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, વલસાડ, સુરત, ભાવનગર, બોટાદ, રાજકોટમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જસદણ અને વિંછીયામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. વાવ, દિયોદર, થરાદ તાલુકા, સુઇગામ, હારીજના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. મહેસાણા જિલ્લામાં આગામી 72 કલાકમાં વરસાદની આગાહી છે. બહુરાજી, કડી, શંખેશ્વરમાં વરસાદની સંભાવના છે. સમી-હારીજ તાલુકામાં વરસાદ પડી શકે છે.