હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આગામી થોડાક કલાકોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
ભારે વરસાદની સંભાવના:
કચ્છ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ: આ વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ભારે વરસાદ પડવાની શક્યતા છે.
મધ્યમ વરસાદની સંભાવના:
મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટઃ આ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
હળવા વરસાદની સંભાવના:
આગામી ત્રણ કલાકમાં મોરબી, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નગર હવેલી, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ આ વિસ્તારોમાં થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 15મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
16મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
આ દિવસે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ પડશે. બીજી તરફ, મહિસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા છે.
18મી જુલાઈએ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.