ફોરકાસ્ટર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ઉત્તર ભારત, પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છમાં નીચા દબાણના વિશાળ વિસ્તારમાં વરસાદ પડશે. ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી ચક્રવાતી પરિભ્રમણ થઈ શકે છે. ચોમાસાની દક્ષિણ તરફની ધરીને કારણે ગુજરાતમાં 30 જુલાઈ સુધી સારો વરસાદ પડશે. ઓગસ્ટમાં સારો વરસાદ પડશે. 16 થી 22 ઓગસ્ટ સુધી વરસાદ આવી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના ભાગોમાં 12, 13, 14 અને 15 તારીખે લો પ્રેશર સિસ્ટમ સર્જાશે. બીજી તરફ, બંગાળની ખાડીની સિસ્ટમ 17 ઓગસ્ટ પછી પ્રભાવિત થશે. જ્યારે 26 ઓગસ્ટે સિસ્ટમ રચાશે, ત્યારે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ 28મી તારીખ સુધી વરસાદ પડશે.
ફોરકાસ્ટર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના દક્ષિણ ઝોનમાં વરસાદનું પ્રમાણ વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલે પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જામનગરમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાક ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર રાજ્યમાં વરસાદ પડશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.