હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સાથે રાજ્યભરમાં વરસાદ પડશે. અંબાલાલે કહ્યું કે ભારે વરસાદને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 12 થી 15 ઓગસ્ટ દરમિયાન લો પ્રેશર સિસ્ટમ બનશે. 17 ઓગસ્ટ પછી બંગાળની ખાડીની સિસ્ટમ પ્રભાવિત થશે. જ્યારે 26 ઓગસ્ટે સિસ્ટમ બનશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે.
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે પૂર આવે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં વ્યાપક વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જામનગરમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ભારત, પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છમાં લો પ્રેશરના વિશાળ વિસ્તારમાં વરસાદ પડશે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની સંભાવના છે. ચોમાસાની દક્ષિણ તરફની ધરીને કારણે ગુજરાતમાં 30 જુલાઈ સુધી સારો વરસાદ પડશે. ઓગસ્ટમાં સારો વરસાદ પડશે. 16 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદ આવી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના દક્ષિણ ઝોનમાં વરસાદનું પ્રમાણ વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલે પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જામનગરમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની આગાહી નડિયાદ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી ભાવનગર, પોરબંદર, દ્વારકા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં મધ્યમ વરસાદની આગાહી રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત રાજ્યમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાન ઉપર લો પ્રેશર સાથે વરસાદ પડશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.