ગુજરાતમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ ધીમે ધીમે સ્થિર થયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 24 થી 27 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરંતુ 10 ઈંચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લા અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે
હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી વાતાવરણની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 24 અને 25મીએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં બે દિવસ સુધી ભારે વરસાદ પડશે. લાંબા વિરામ બાદ સમગ્ર ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થયો છે.
અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ
અમદાવાદ શહેરમાં લાંબા ગાળે મેઘરાજાનું આગમન થયું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ સાથે ગરમી અને ઠંડીમાં રાહત મળી હતી. અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ, સેટેલાઈટ, એસજી હાઈવે અને પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ભારે વરસાદના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરીની મોટી મોટી વાતો કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ફરી ખુલી છે. અમદાવાદ કોર્પોરેશન બહાના બનાવે છે અને લોકો હેરાન થતા રહે છે. અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે સુધરશે તે સૌથી મોટો પ્રશ્ન છે.