એક-બે નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
અમદાવાદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 24 થી 27 ઓગસ્ટ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આફત લાવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ સુધી વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.
છોટાઉદેપુરની ક્વાંટના નજીકથી પસાર થતી સપન નદીમાંથી છે. વર્ષાઋતુમાં સપના નદી બીજી વખત ગાંડીતૂર બની છે. તો કારા નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણી ઘુસી ગયા છે. નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
અમરેલી જિલ્લામાં પણ મુશળધાર વરસાદથી ગોવિંદપુર ગામની સ્થાનિક પીલુકિયો નદીમાં પૂર આવ્યું છે. પિલુકિયો નદીમાં પૂર આવતાં નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે…લાંબા વિરામ બાદ વરસાદ અને નદીમાં નવા પાણીથી ખેડૂતો ખુશ છે. અમરેલીના ખાંભા ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે બોરાળા અને ચક્રવા ગામમાંથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું છે. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે…શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. ખોડિયાર ડેમના દરવાજા ખોલીને પાણી છોડતા પૂરગ્રસ્ત વિસ્તારોને એલર્ટ કરાયા છે. તેમજ નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે. તો તાપીના ઉકાઈ ડેમની જળસપાટી રૂલ લેવલને વટાવી ગઈ છે…ઉપવાસ દરમિયાન પડેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં 45 હજાર 965 ક્યુસેક પાણી આવતાં ડેમના દરવાજા ખોલીને રૂલ લેવલ જાળવવા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.