ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં હવે મેઘરાજા ખમૈયા કરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અને વરસાદ ચાલુ રહેતા લોકો અને તંત્ર ચિંતિત છે. ત્યારે ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામે કોલપરી નદીમાં ઇક્કો કાર ફસાઇ ગઇ હતી. ઇક્કો કારમાં એક બાળક સહિત પરિવારના ત્રણ સભ્યો હતા.
ગુમ થયેલા પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી
ઇક્કો કારમાં પરિવાર ગોંડલના મોટી ખિલોરી ગામે સગા સંબંધી પાસે જઇ રહ્યો હતો. ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે પોહચી પરિવારની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ઇક્કો કાર મળી આવતાં ઇક્કો કારમાં સવાર ત્રણ લોકો ગુમ થયા હતા. ઇક્કો કારને અન્ય વાહનોની મદદથી નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ડાંગર સહિતના ભાજપના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયરની ટીમ પરિવારને શોધવાનું કામ કરી રહી છે.
પરિવાર બાબરા તાલુકાનો હતો
બાબરા તાલુકાના રાયપર ગામનો પરિવાર રાયપર ગામે રહેતા જયેશભાઈ પરસોતમભાઈ રાદડીયા (ઉંમર 40), સોનલબેન જયેશભાઈ રાદડીયા (ઉંમર 39) અને ધર્મેશ જયેશભાઈ રાદડીયા (ઉંમર 11) હતા. આ ત્રણેય વ્યક્તિઓ ઇક્કો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બાળકના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગુમ થયેલા પરિવારની ફાઈલ તસવીર
ગુમ થયેલા પરિવારની ફાઈલ તસવીર
રાજકોટ એસડીઆરએફની ટીમ અને ગોંડલ ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે
રાજકોટ ઘંટેશ્વરની SDRFની ટીમ અને ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમ ગુમ થયેલા પરિવારને શોધી રહી હતી. બાબરા તાલુકાના રાયપર ગામનો રાદડિયા પરિવાર તેમની ઇક્કો કાર લઇને વહેલી સવારે 6.00 વાગ્યાની આસપાસ ઢાબી પાસેથી પસાર થયો હતો.
બનાવના સાડા આઠ કલાક બાદ પતિનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગોંડલ મોતી ખિલોરી ગામે વહેલી સવારે 6 વાગ્યાના સુમારે કોલપરી નદી પર બેઠી ઢાબી પાસેથી ઇક્કો કાર ખેંચાઇ હતી. બપોરે 2.30 વાગ્યાના સુમારે સાડા આઠ કલાક બાદ બેથી ધાબીથી 200 ફૂટ દૂર ઇક્કો કાર ચાલક જયેશભાઇ પરસોતમભાઇ રાદડિયાની લાશ મળી આવી હતી.
ઘટનાના 10 કલાક બાદ પત્નીની લાશ મળી આવી હતી
ગોંડલ મોતી ખિલોરી ગામે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ કોલપરી નદી પર બેઠી ઢાબી પાસેથી ઇક્કો કાર ખેંચાઇ હતી. લગભગ દસ કલાક બાદ સાંજે 4 વાગ્યાની આસપાસ ગોંડલ ફાયર સ્ટાફના તરવૈયાને બેથી ધાબીથી 200 ફૂટ દૂરથી સોનલબેન જયેશભાઈ રાદડિયાની લાશ મળી આવી હતી.
અમરેલીના ધારાસભ્ય મોટી ખિલોરી ગામે પહોંચ્યા
મોટી ખીલોરી ગામે વહેલી સવારે કાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાબરા તાલુકાના રાયપર ગામના રાદડીયા પરિવારના પતિ, પત્ની અને એક બાળક ગુમ થયા હતા જેમાં પતિ જયેશભાઈ પરસોતમભાઈ રાદડીયાની લાશ મળી આવી હતી. ધારાસભ્ય જનકભાઈ પોંડીયાએ મોટી ખિલોરી ગામે પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી રાદડીયા પરિવારને સાંત્વના પાઠવી હતી.