વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે.
એક સાથે ચૂંટણીથી શું ફાયદો થશે?
ચૂંટણી પાછળ ખર્ચેલા કરોડો રૂપિયામાંથી બચત
પુનરાવર્તિત ચૂંટણીઓમાંથી રાહત
ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ પર રહેશે
આચારસંહિતાની વારંવાર અસર થાય છે
કાળું નાણું પણ અંકુશમાં આવશે