ટેલિકોમ કંપનીઓના પ્લાન પહેલા કરતા મોંઘા થઈ ગયા છે. આ કારણે યુઝર્સને પોતાનો મોબાઈલ રિચાર્જ કરવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડે છે. જો મોંઘા મોબાઈલ રિચાર્જને કારણે તમારું ખિસ્સું બળી રહ્યું છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આજે અમે તમને જે પદ્ધતિ વિશે જણાવીશું તેના દ્વારા તમે 300 રૂપિયામાં 400 રૂપિયાનો પ્લાન, 750 રૂપિયામાં 1,000 રૂપિયાનો પ્લાન અથવા 150 રૂપિયામાં 200 રૂપિયાનો પ્લાન મેળવી શકો છો.
એરટેલ રિચાર્જ પર તમે દર મહિને 25 ટકા કેશબેક મેળવી શકો છો. તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. એરટેલ રિચાર્જ પર 25 ટકા કેશબેક મેળવવા માટે, તમારે ફક્ત ક્રેડિટ કાર્ડ બનાવવું પડશે. આ ક્રેડિટ કાર્ડનું નામ છે- એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ.
એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડની કેટલીક ખાસ સુવિધાઓ
એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ જારી કર્યાના 30 દિવસની અંદર કાર્ડ એક્ટિવેશન પર ગ્રાહકોને રૂ. 500નું એમેઝોન વાઉચર આપવામાં આવશે.
એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા એરટેલ થેંક્સ એપ પર એરટેલ મોબાઇલ/ડીટીએચ રિચાર્જ, બ્રોડબેન્ડ અને વાઇ-ફાઇ પેમેન્ટ પર 25% કેશબેક ઉપલબ્ધ થશે. (મહિને મહત્તમ રૂ. 250 કેશબેક)
આ કાર્ડ દ્વારા ગ્રાહકોને એરટેલ થેંક્સ એપ દ્વારા વીજળી, ગેસ અથવા પાણીના બિલની ચુકવણી પર 10 ટકા કેશબેક મળશે. (મહિને મહત્તમ રૂ. 250 કેશબેક)
આ કાર્ડ દ્વારા ગ્રાહકો Swiggy, Zomato અને Bigbasket પર ખર્ચ કરવા પર 10 ટકા કેશબેક મેળવી શકે છે. (મહિને મહત્તમ રૂ. 500 કેશબેક)
ક્રેડિટ કાર્ડ ધારકોને અન્ય તમામ ખર્ચ પર 1 ટકા કેશબેક મળશે.
કાર્ડ ધારકને વર્ષમાં 4 વખત મફત ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ મળે છે. જો કે, આ સુવિધા મેળવવા માટે છેલ્લા 3 મહિનામાં કાર્ડ દ્વારા 50 હજાર રૂપિયા ખર્ચવા પડશે.