રિષભ પંત ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરવા માટે તૈયાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગ્લોરમાં રમાઈ રહી છે. પંત આ મેચના બીજા દિવસે ઈજાના કારણે મેદાનની બહાર ગયો હતો. રિષભ પંતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજા એ જ ઘૂંટણમાં થઈ છે જેની સર્જરી થઈ હતી. જો કે હવે તે મેચના ચોથા દિવસે શનિવારે બેટિંગ માટે મેદાનમાં ઉતરી શકે છે. પંત ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પેડ પહેરીને બેઠો જોવા મળ્યો હતો.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી ત્રીજા નંબરે અને સરફરાઝ ખાન ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. રિષભ પંત પાંચમા નંબરે બેટિંગ કરવા જઈ રહ્યો હતો. પરંતુ કોહલીના આઉટ થયા બાદ સ્ટમ્પ જાહેર કરવામાં આવ્યા હતા. તેથી પંત બેટિંગ માટે મેદાનમાં આવી શક્યો ન હતો. પરંતુ તે ચોથા દિવસે બેટિંગ કરવા આવશે. તેણે બ્રેક દરમિયાન પ્રેક્ટિસ પણ કરી હતી. પંતને બેટિંગમાં કોઈ સમસ્યા નથી.
ટીમ ઈન્ડિયાએ બેંગ્લોર ટેસ્ટમાં જોરદાર વાપસી કરી
ટીમ ઈન્ડિયાએ બેંગ્લોર ટેસ્ટમાં શાનદાર વાપસી કરી છે. તે પ્રથમ દાવમાં માત્ર 46 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. વિરાટે 102 બોલનો સામનો કરીને 70 રન બનાવ્યા છે. કોહલીએ 8 ફોર અને 1 સિક્સર ફટકારી છે. સરફરાઝ ખાન 70 રન બનાવીને અણનમ છે. તેણે 78 બોલમાં 7 ફોર અને 3 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. તેણે 52 રનની ઇનિંગ રમી હતી.