મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટેની મત ગણતરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને મહાયુતિ ગઠબંધનને મોટી જીત મળી છે. જ્યારે વિરોધ પક્ષ મહાવિકાસ અઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મહાયુતિ ગઠબંધનમાં સામેલ પાર્ટીઓમાં સીએમ પદ કોણ સંભાળશે તે સૌથી મોટો પડકાર છે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બીજેપીના હોઈ શકે છે. સૌથી પહેલું નામ દેવેન્દ્ર ફડણવીસનું છે અને ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બની શકે છે. એવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે મુખ્યમંત્રી માટે આરએસએસની પહેલી પસંદ દેવેન્દ્ર ફડણવીસ છે.