પાકિસ્તાન આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે. જેના કારણે ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ ICCએ PCB સમક્ષ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજવાની શરત મૂકી હતી, જોકે PCBએ શરૂઆતમાં તેનો ઇનકાર કર્યો હતો પરંતુ બાદમાં આ શરત સાથે સહમતિ દર્શાવી હતી. બીજી તરફ ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
શું વિરાટ-રોહિત નહીં રમી શકશે?
ઘણા મીડિયા અહેવાલો સામે આવી રહ્યા છે કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2024 ટૂર્નામેન્ટ ODI ના બદલે T20 ફોર્મેટમાં યોજવામાં આવી શકે છે. જો ખરેખર આવું થશે તો રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે રમવું મુશ્કેલ બની જશે. કારણ કે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ રોહિત અને વિરાટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.
હવે જોવાનું એ રહે છે કે આ ટુર્નામેન્ટ માત્ર ODI ફોર્મેટમાં જ યોજાશે કે પછી તેને T20 ફોર્મેટમાં બદલવામાં આવશે. જો કે આ મામલે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ICCનો અંતિમ નિર્ણય આવવાનો બાકી છે
અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવા માટે સંમત છે. જો કે પાકિસ્તાને આ અંગે ICC સમક્ષ એક શરત મૂકી હતી. પાકિસ્તાન ઈચ્છે છે કે 2027 સુધી ભારતમાં આયોજિત તમામ ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન પણ હાઈબ્રિડ મોડલ હેઠળ રમે, એટલે કે પાકિસ્તાન પણ ICC ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ ન કરે.