વિસાવદરમાં AAPને જંગી લીડ, ગોપાલ ઇટાલિયા 12000 મતથી આગળ
વિસાવદરમાં 14 રાઉન્ડ પૂર્ણ, AAP આગળ
AAP : 50676
ભાજપ : 40042
કોંગ્રેસ: 4133
વિસાવદરમાં AAPમાં ભારે ઉત્સાહ : પ્રવીણ રામે કહ્યું આજનું પરિણામ દિશાસૂચક બનશે
વિસાવદરમાં AAPને જંગી લીડ મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. AAP નેતા પ્રવીણ રામે કહ્યું કે આપની ગાડી પહેલા અને બીજા ગિયરમાં અટકી અટકીને ચાલતી હતી, હવે સીધી ટોપ ગીયરમાં ચાલીને ગાંધીનગર જશે. વિસાવદરમાં બંપર લીડ સાથે ગોપાલ ઇટાલિયા જીતશે. વિસાવદરના ખેડૂતોનો વિજય થશે. ઇકો ઝોન મુદ્દે ખેડૂતોનો વિજય થશે.ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે એ બહાર આવશે અને આજનું પરિણામ દિશાસૂચક બનશે