વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આ બેઠક પર ૭૫,૯૦૬ મતો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપને ૫૮,૩૨૫ મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર ૫,૪૯૧ મતો મળ્યા છે. તો ગોપાલ ઇટાલિયાએ આ બેઠક પર ૧૭,૫૮૧ મતોથી જીત મેળવી છે.
લોકપ્રિય બેઠક વિસાવદરની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં, આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આ બેઠક જીતી છે. ગોપાલ ઇટાલિયા ૧૭૫૮૧ મતોની લીડથી જીત્યા છે. ભાજપને આ વર્ષે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.