હાલમાં દરરોજ ગુજરાતમાં કોઈને કોઈ ખુણે વરસાદ બાકાઝીંકી બોલાવી રહ્યો છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ એકવાર ફરી મોટી આગાહી કરી છે. અંબાલાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલના અનુમાન પ્રમાણે વાત કરીએ તો આગામી 3થી 5 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 6 જૂલાઇથી સૂર્ય પૂનર્વસુ નક્ષત્રમાં આવતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ફરી એક વહન આવતા ભારેથી અતિભારે વરસાદ આવશે. 6 જુલાઈ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 9 જુલાઈથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 23થી 29 જુલાઈ વચ્ચે પણ ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે.
તો આ તરફ હવામાન વિભાગે પણ 3 જુલાઈએ રાજ્યના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 4 જુલાઈએ વલસાડ, નવસારી, દાહોદ, અરવલ્લી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.