ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો છે. ફરી એકવાર ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં પાટણ, સમી, હારિજ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલે કહ્યું છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પાણીમાં ગરકાવ થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. પંચમહાલ અને મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે પશ્ચિમ-સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 7 થી 12 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે.
અંબાલાલે વધુમાં કહ્યું છે કે ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પાણીમાં ગરકાવ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ૧૮ જુલાઈ પછી વરસાદની તીવ્રતા ઘટશે. જુલાઈના છેલ્લા અઠવાડિયા દરમિયાન બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે. બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ પવન સાથે ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે.
દક્ષિણના તમામ જિલ્લાઓમાં ૭ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સારી રીતે સ્થિર થઈ ગયું છે. અત્યાર સુધી સારો વરસાદ થયો છે અને હજુ પણ સારા વરસાદની અપેક્ષા છે. ત્યારબાદ નદીઓ, નહેરો અને ડેમ ફરી છલકાઈ જશે. ખેડૂતો ખુશ થશે અને આ વખતે સારી ખેતી થવાની સંભાવના છે.
ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વાદળો ભારે છે અને દક્ષિણમાં ફરી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ૭ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત દક્ષિણના તમામ જિલ્લાઓમાં સારા વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં મુશળધાર વરસાદ ફરી પ્રવેશ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, બધી નદીઓ પોતાના કાંઠે છલકાઈ ગઈ છે.