હાલમાં વરસાદે થોડો વિરામ લીધો છે. પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ રહેશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે કે 2 ઓગસ્ટના સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. કહેવાય છે કે આશ્લેષા ટકી તો ટકી અને ફગી તો ફગી. 2 થી 4 ઓગસ્ટના મુંબઈના ભાગોમાં વરસાદ રહેશે. 6 થી 10 ઓગસ્ટના ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે.
આગાહીમાં આગળ વાત કરતાં અંબાલાલે જણાવ્યું કે 14 અને 15 ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ રહેશે. 16 અને 17 ઓગસ્ટના પૂર્વ ભાગોમાં વરસાદ રહેશે. 19થી 23 ઓગસ્ટના ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. 15થી 17 ઓગસ્ટના વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદ રહેશે. મેળાના આયોજકો અને ફરવા જનાર લોકો માટે રાહત રહેશે.
અંબાલાલે વાત કરી કે 22 ઓગસ્ટથી શરદ ઋતુની શરૂઆત થતા પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે. 26 થી 27 ઓગસ્ટ ના દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. 29 -30 ઓગસ્ટના રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ રહેશે. આ વરસાદનું પાણી ખેતી માટે સારું ગણાતું નથી.