ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર બનવાની શક્યતા છે, જેના કારણે ચોમાસું વધુ સક્રિય બનશે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ વધશે.
ગુજરાતમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ચેતવણી જારી કરી છે. આ સાથે, બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે માછીમારોને 12-14 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 ઓગસ્ટથી શરૂ થતા અઠવાડિયામાં રાજ્યમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન આગાહી કરનાર અંબાલાલ પટેલની આગાહી મુજબ ૧૪ ઓગસ્ટથી રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ રચાઈ છે. જેના કારણે ૧૭ ઓગસ્ટથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં ૮ થી ૧૦ ઇંચ વરસાદ પડવાની શક્યતા છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ૧૯ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ૧૭ ઓગસ્ટે બનનારી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતના કેટલાક ભાગોમાં ૧૯ અને ૨૦ તારીખે પહોંચશે. આને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.