પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ ના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. દામોદરદાસ મોદી અને હીરાબા મોદીના ત્રીજા પુત્ર દેશના પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રી મોદીની ગણતરી વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં થાય છે.
પીએમ મોદી ૧૭ વર્ષની ઉંમરે ઘર છોડીને ૨ વર્ષ માટે ભારત પ્રવાસે ગયા હતા. ઘરે પાછા ફર્યા બાદ તેઓ અમદાવાદ ગયા અને રાજકારણમાં જોડાયા. પીએમ મોદીની રાજકીય સફરથી લોકો પરિચિત છે, જેમણે ૧૯૭૨ માં રાષ્ટ્રીય સ્વયંસેવકના પ્રચારક તરીકે કામ કરવાથી ગુજરાતના મુખ્યમંત્રી અને પછી ભારતના પ્રધાનમંત્રી સુધીની સફર કરી હતી, પરંતુ તેમના અંગત જીવન અને પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં, ચાલો પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી પરિવારને મળીએ. જાણીએ કે પીએમ મોદીના પરિવારમાં કોણ કોણ છે.
પ્રધાનમંત્રી મોદીનો પારિવારીક આંબો
દામોદરદાસ મુલચંદ મોદી – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતાનું પૂરું નામ દામોદરદાસ મુલચંદ મોદી છે. પ્રધાનમંત્રી મોદીના પિતાનું અવસાન ૧૯૮૯માં થયું હતું.
હીરાબા મોદી – પ્રધાનમંત્રી મોદીની માતાનું નામ હીરાબા મોદી છે, જે હીરાબેન તરીકે ઓળખાય છે. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ હીરાબેને દુનિયાને અલવિદા કહ્યું.
સોમાભાઈ મોદી – દામોદરદાસ મોદી અને હીરાબેનને ૬ બાળકો છે. મોટા દીકરાનું નામ સોમાભાઈ મોદી છે. પીએમ મોદીના મોટા ભાઈ સોમાભાઈ એક રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ વડનગરમાં એક વૃદ્ધાશ્રમ ચલાવે છે.
અમૃતભાઈ મોદી – પ્રધાનમંત્રી મોદીના બીજા મોટા ભાઈ અમૃતભાઈ મોદી એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને હવે નિવૃત્ત છે.
નરેન્દ્ર મોદી – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પરિવારમાં ત્રીજા પુત્ર છે. પીએમ મોદી દેશના વર્તમાન વડાપ્રધાન છે. તેઓ તેમની માતાની ખૂબ નજીક હતા.
પ્રહલાદ મોદી – પ્રધાનમંત્રી મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી છે. પ્રહલાદ મોદી ગુજરાત ફેર પ્રાઈસ શોપ્સ અને કેરોસીન લાઇસન્સ હોલ્ડર્સ એસોસિએશનના વડા છે.
બસંતીબેન મોદી – પીએમ મોદીના એકમાત્ર બહેન બસંતીબેન મોદી છે. બસંતીબેન મોદી ગૃહિણી છે અને તેમના પતિ એલઆઈસીમાં ફરજ બજાવતા હતા.
પંકજ મોદી – પંકજ મોદી વડાપ્રધાન મોદીના સૌથી નાના ભાઈ છે. પંકજ મોદી માહિતી વિભાગમાં કામ કરતા હતા અને હવે નિવૃત્ત થઈ ગયા છે.