ગુજરાતથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદી વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાત છોડીને વરસાદ પડી શકે છે. 4 અને 5 ઓક્ટોબરે એક નવી સિસ્ટમ સક્રિય થશે. જેની અસર ગુજરાત પર પડી શકે છે. 18 થી 27 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે. નવી સિસ્ટમની અસરને કારણે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં 27 સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવી ગરમીનો અનુભવ થશે. જોકે, તે પછી હવામાનમાં મોટો ફેરફાર થશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન બંગાળના ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. મુંબઈ: મુંબઈના કેટલાક ભાગોમાં પણ 10 થી 15 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર: દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને, જામનગરના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે, જ્યાં વરસાદની અછત છે. વડોદરા: વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર અને પૂર્વ ગુજરાત: ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ વાવાઝોડાની સંભાવના છે.
આ ઉપરાંત, અંબાલાલ પટેલે કહ્યું છે કે 10 થી 13 ઓક્ટોબર દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. આ આગાહી ખેડૂતો અને સામાન્ય લોકો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આ સમયે પાકને નુકસાન થવાની પણ સંભાવના છે. આગામી દિવસોમાં હવામાનમાં આ ફેરફારોને ધ્યાનમાં રાખીને દરેકે સાવચેત રહેવાની જરૂર છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, નવરાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના અંદાજ મુજબ, બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે, જેના કારણે દક્ષિણ-પૂર્વ કિનારે 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં તોફાન આવવાની શક્યતા છે. અંબાલાલે આગાહી કરી છે કે નવેમ્બર મહિનામાં ખતરનાક તોફાન આવશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.