અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે 24, 25 અને 26 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે. 28-29ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે, જેની અસર માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે. આ સાથે તેમણે એ પણ માહિતી આપી છે કે માર્ચની ચોથી તારીખથી વધુ ગરમી પડશે. આ ગરમીને કારણે અરબી સમુદ્ર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભેજને કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે. માર્ચના પ્રથમ પંદર દિવસમાં મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે.
બનાસકાંઠા, કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ
અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યું હતું કે 7, 8 અને 9 માર્ચે 11 અને 14 માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર થશે. માર્ચના પ્રથમ પખવાડિયા દરમિયાન દેશના ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે. કમોસમી વરસાદ થશે. કરા પડવાની સંભાવના રહેશે. માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કચ્છના કેટલાક ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠાના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે.
ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટાછવાયાની શક્યતા છે
ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે જે ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધુ રહેશે. 3 થી 5 માર્ચ દરમિયાન મુંબઈના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5 થી 7 માર્ચના રોજ ગુજરાતના ભાગોમાં વાદળો આવશે.
આ રાજ્યોમાં કરા સાથે ભારે વરસાદની સંભાવના છે
દેશના કેટલાક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 10 થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે. ભારે વરસાદ અને બરફવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પૂર્વ ભારતના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં કરા સાથે ભારે વરસાદની શક્યતા છે.