બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતો આમિર ખાન પોતાના ઉત્કૃષ્ટ કામ માટે ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે. પરંતુ આજે અમે તમને સુપરસ્ટાર સાથે જોડાયેલી એક એવી જ વિચિત્ર કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
આમિર ખાન હિરોઈનોના હાથ પર થૂંકતો
તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, આમિર ખાન તેની ફિલ્મની હિરોઈનોના હાથ પર થૂંકતો હતો. આ આદતના કારણે જુહી ચાવલા સાથે ઘણી લડાઈઓ થઈ હતી. ફિલ્મ ‘ઇશ્ક’ના સેટ પર આમિરે જૂહી ચાવલાને કહ્યું હતું કે તેને હાથ જોતા આવડે છે આવી સ્થિતિમાં, જુહીએ તેની તરફ હાથ આગળ કર્યો કે તરત જ આમિરે અભિનેત્રીના હાથ પર થૂંક ઉડાડ્યું અને પછી જુહી ત્યાંથી ભાગી ગઈ.
જુહી ચાવલા ખૂબ જ ગુસ્સામાં હતી
આમિરની આ હરકતથી જૂહી એટલી નારાજ થઈ ગઈ કે તે બીજા દિવસે શૂટિંગ માટે પણ ન આવી. આવી સ્થિતિમાં આમિર પણ તેના પર ગુસ્સે થઈ ગયો અને પછી બંને વચ્ચે વર્ષો સુધી વાતચીત બંધ થઈ ગઈ. જોકે હવે બંને વચ્ચે સારી મિત્રતા છે.
આમિર માધુરીના હાથ પર પણ થૂંક્યો
આમિરે ‘ધકધક’ ગર્લ માધુરી દીક્ષિત સાથે ફરીથી આ પ્રેંક રિપીટ કર્યો હતો. દિલ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે માધુરીને કહ્યું હતું કે તે તેના હાથ જોઈને ભવિષ્ય કહી શકે છે. આ સાંભળીને અભિનેત્રી ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ અને તેણે આમિરને હાથ બતાવ્યો. પરંતુ જેવી તે પોતાનો હાથ આગળ લાવી કે તરત જ આમિરે તેની હથેળી પર થૂંક્યું. આ પછી માધુરી ખૂબ ગુસ્સે થઈ ગઈ અને હોકી સ્ટિક લઈને આમિરની પાછળ દોડી ગઈ.
આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ સલમાન ખાનના શો ‘દસ કા દમ’માં કર્યો હતો. આમિરે કહ્યું હતું કે તે હિરોઈન પર હાથ વાંચવાના બહાને થૂંકતો હતો. આમિરે મજાકમાં કહ્યું, ‘જેના હાથ પર મેં થૂંક્યું તે તમામ હિરોઈન સુપરહિટ થઈ ગઈ.’