આજે એક મલ્ટી ટેલેન્ટેડ કાઠિયાવાડી છોકરી અને અભિનેત્રી વિશે વાત કરવી છે. એનું નામ છે ખુશાલી જોશી. રાજકોટમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં એમનું નામ જાણીતું છે. જેવું નામ એવું જ એમનું લોકોને ખુશ કરતું કામ પણ છે. ન માત્ર એક્ટિંગ પરંતુ ફિલ્મ મેકિંગમાં પણ ખુશાલીએ સિક્કા પાડ્યા છે. તો આવો જાણીએ એ ખુશાલી વિશે કે જેમને રાજકોટથી લઈને પોતાની કાર્યની સોડમ સમગ્ર ગુજરાતમાં ફેલાવી છે.
ખુશાલી મૂળ જામનગરની વતની છે, પરંતુ હાલમાં લગ્નજીવનનો આનંદ રાજકોટ ખાતે માણી રહી છે અને ત્યાં જ સ્થાય છી. પોતે એક્ટિંગ સાથે સાથે ફિલ્મ મેકિંગમાં પણ કાર્યરત છે. નિવા ફિલ્મ પ્રોડક્શનમાં પોતે કો ફાઉન્ડર છે સાથે જ એમના પતિ ભાવિક જોશી. ફાઉન્ડર છે. ભાવિક પણ ખુજ ટેલેન્ટેડ છે. વ્રાઈટર સાથે સાથે કમ્પોઝિશન પણ કરે છે અને નિવા ફિલ્મ પ્રોડક્શનને એક નવી જ ઉંચાઈ પર લઈ જઈ રહ્યાં છે. છેલ્લા 7 વર્ષથી નિવા ફિલ્મ પ્રોડક્શન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા શિખરો સર કરી રહ્યું છે.
ખુશાલીના ગ્રેજ્યુએશનની વાત કરીએ તો કોમર્સ કરેલું છે. એમની જર્ની કંઈક એવી છે કે તેમણે 7 વર્ષ પહેલા મેકઅપ આર્ટિસ્ટ તરીકે કાર્યની શરૂઆત કરી છે. જેથી તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નવા નવા લોકોને મળવાનું થયું. એમાં જ 4 વર્ષ પહેલાં પ્રખ્યાત બાળ કલાકાર જીગર ઠાકોર સાથે એમને કામ કરવાની તક મળી અને લૂટી ગયાં ગીતમાં જીગર ઠાકોર સાથે સેકન્ડ લીડ તરીકે ખુશાલીએ કામ કર્યું. એ ગીત પણ એટલું હિટ રહ્યું કે મિલિયનમાં એમના વ્યુઅર છે. આ ગીત પછી ખુશાલીને ગુજરાતમાં એક નવી જ ઓળખ મળી અને આજે એ પ્રમાણે તે કામ પણ કરી રહી છે.
જ્યારે ગીત લોકો દ્વારા જોવામાં આવ્યું પછી બધાએ સલાહ આપી કે ખુશાલી તું આટલું સરસ કરે છે તે એક્ટિંગ ફિલ્ડમાં કેમ નથી જતી? ખુશાલીએ પણ આ વાતને ગંભીરતાથી લઈ કામ કરવાનું શરુ કર્યું. ત્યારબાદ મેઅકપ ફિલ્ડ છોડી અને ફૂટ ટાઈમ એક્ટિંગમાં રસ દાખવ્યો. આ ગીત સિવાય ખુશાલીએ હું તારી હીર ફિલ્મમાં કામ કર્યું છે. આ સાથે જ એક અજ્ઞાત નામથી અપકમિંગ વેબસિરિજ પણ આવી રહી છે કે જેમા ખુશાલીએ લીડ રોલ ભજવ્યો છે. તેમજ હજુ બે ફિલ્મનું શુટિંગ શરૂ છે. જેમાં પણ ખુશાલીનો સારો રોલ છે.
ફિલ્મ મેકર તરીકે નિવા ફિલ્મમાં કો ફાઉન્ડરની સાથે સાથે ખુશાલી આસિસન્ટ ડિરેક્ટર, મેકઅપ આર્ટિસ્ટનું પણ કામ કરે છે. નિવા ફિલ્મ પ્રોડક્શનમાં અત્યાર સુધીમાં કુલ 35 જેટલા પ્રોજેક્ટ લોન્ચ થઈ ચૂક્યા છે. છેલ્લા 7 વર્ષથી નિવા ફિલ્મ સારી રીતે કાર્યરત છે. એક્ટિંગ સિવાય ખુશાલી ઈન્સ્ટાગ્રામ પર સારી સારી રિલ પણ બનાવે છે.
જે લોકો એવું માને છે કે ઈન્સ્ટાગ્રામ પર ફેમસ થઈ ગયા એટલે એક્ટિંગ ફિલ્ડમાં સફળતા મળશે, તથા એવું પણ માને છે કે ફેશન શોમાં પહેલા નંબરે આવ્યા એટલે આપણે અભિનેત્રી બની જશું. પરંતુ એવું નથી હોતું. ખુશાલીનું કહેવું છે કે ફેશન શો અને એક્ટિંગ અલગ છે. રીલ લાઈફ અને એક્ટિંગ લાઈફ પણ અલગ છે. તમારે ચહેરાના હાવભાવ, પ્રોપર એક્ટિંગ, બોડીની મુવમેન્ટ, બોડીની ફિટનેશ વગેરે જેવી અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આ સાથે જ એક્ટિંગ કરવા માટે તમારે તમારા રોલમાં ઉતરી જવું પડે ત્યારે તમે સાચા એક્ટર બની શકો.
ફિલ્મ લાઈનમાં પણ ખુબ પૈસા છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટ હોય તો જ તમે સફળ થશો અને પૈસા બનાવી શકો છો. ફિલ્મ લાઈન ખરાબ નથી, પરંતુ અમુક માણસો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરે છે. સારા માણસોના કારણે આ લાઈન ટકી છે અને મારા નસીબ સારા છે કે મને અત્યાર સુધી સારા માણસો જ મળ્યા છે. મે ખુદ પણ ક્યારેય ખરાબ રસ્તો અપનાવીને ટૂંકા સમયમાં સફળતા મેળવવાનું સપનું નથી જોયું.
એક્ટિંગમાં આવવા માટે શું કરવું? આવા લોકો માટે ખુશાલી જણાવે છે કે સંઘર્ષ કરવો પડે એ જ સાસો રસ્તો છે. સોશિયલ મીડિયાથી ઈન્ડસ્ટ્રીના લોકો સાથે કોન્ટેક કરી શકો છો. ઓડિશન આપી શકો. જો ઓડિશનમાં નાપાસ થાઓ તો ફિલ્મ એક્ટિંગના ક્લાસિસ કરવા પડે. જ્યાં સુધી તમે મેકર્સને જે કામ જોઈએ એ કામ ન આપી શકો ત્યાં સુધી સંઘર્ષ કરવો પડે. આ સાથે જ અરીસા સામે જોઈને નવે નવ રસની એક્ટિંગ કરવી પડે છે. ત્યારે જઈને તમે એક્ટર બની શકો છો.
આખી ફિલ્મ સ્ટોરી પર આધાર રાખે છે. સ્ટોરી જેવી હોય એના પરથી હિટ કે ફ્લોપ નક્કી થાય. ફિલ્મ માટે સૌથી પહેલા સ્કિપ્ટ લખાય. પછી એના પરથી ડાયલોગ અને પછી કેટલા કલાકથી થશે એ નક્કી થાય. ત્યારબાદ પ્રિ પ્રોડક્શન, પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન થાય. પછી એડિટીંગ અને મ્યૂઝિક વગેરે પર કામ થાય. ત્યારબાદ સેન્સર બોર્ડમાં જાય અને પછી ફિલ્મ મોટા પડદા પર રિલિઝ કરવામાં આવે છે.
સામાન્ય રીતે અત્યારની સેલેબ્રિટી વુમન અને સામાન્ય છોકરીઓ પણ વાળ ટૂંકા રાખે છે. જ્યારે ખુશાલીના વાળ લાંબા અને ઘટાદાર છે. ત્યારે આ વિશે ખુશાલી જણાવે છે કે મને લાંબા વાળનો શોખ છે. કૂદરતની ગિફ્ટ છે. મે 10 વર્ષથી વાળ કપાવ્યા જ નથી. વાળની સાર સંભાળ રાખવા માટે ઘરગથ્થુ ઉપચાર કરવા પડે છે. દરેક ઋતુમાં પણ ધ્યાન રાખવું પડે. સંભાળ રાખવી થોડી અઘરી છે પણ મને શોખ છે એટલે હું કરી લઉ છું.