ગુજરાતમાં ચારેકોર વરસાદી માહોલ વચ્ચે પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, આગામી જુલાઈ 10-11 સુધી વરસાદ ચાલુ રહેશે. મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ આજ (જુલાઈ 6) ની વહેલી સવારથી ગુજરાત સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ ગુજરાતના મધ્ય ભાગમાંથી થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થશે. તેમના મતે, અત્યારે જે વરસાદ પડ્યો છે તેના કરતાં વરસાદ ની તીવ્રતા અને વિસ્તારમાં એકાદ દિવસમાં વધારો થશે. આ હવામાન સમાચાર મુજબ, સતત વરસાદ ચાલુ જ રહેશે.
તો આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જુલાઈ 12 સુધી ગુજરાતમાં વરસાદ ના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમણે ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મોટું વહન બનતું હોવાનું અને મોન્સૂન ટ્રફમાં થતા ફેરફારોને કારણે આ વરસાદ આવશે તેમ જણાવ્યું છે.
અંબાલાલે આગળ વાત કરી કે જુલાઈ 12 સુધીમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જોકે, સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી. અંબાલાલ પટેલ એ એમ પણ જણાવ્યું કે, આ વખતનું ચોમાસું બધે સરખું રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય બનતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે, અને અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં પણ મેઘરાજાની સવારી યથાવત રહેશે તેવી હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.