ગુજરાતના બે આગાહીકારોએ જે આગાહી કરી હતી તે થયું! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી સચોટ સાબિત થઈ હતી. ફરી એકવાર તેમણે ગુજરાત માટે જે આગાહી કરી છે તે ભયાવહ છે. આગામી 36 કલાકમાં ગુજરાતમાં શું થવાનું છે તે ભગવાન ના કરે.
પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે આગામી 36 થી 40 કલાકમાં રાજ્યમાં વાવાઝોડું જોવા મળશે. અનેક વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ નોંધાશે. હું સરકારી તંત્રને પણ અપીલ કરું છું કે NDRF ટીમને અત્યારે તૈયાર રાખો. આગામી 36 કલાક ખૂબ જ જોખમી છે. આગામી 36 કલાક ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે ભારે છે. આ તમામ જિલ્લા આગામી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનની સ્થિતિમાં છે. આ જિલ્લાઓને સુપર રેડ એલર્ટ આપવામાં આવી શકે છે. કારણ કે, હવે આ જિલ્લાઓમાં જે વરસાદ આવશે તે કેટલાક વર્ષોનો રેકોર્ડબ્રેક વરસાદ લાવશે.
અંબાલાલ પટેલની આગાહીઓ
રાજ્યના વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. તેમણે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ અને જળબંબાકારની આગાહી કરી છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે.28 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે.
હવામાન વિભાગની આગાહી
ભારે વરસાદનું અલ્ટીમેટમ આજે આવી ગયું છે. હવામાન વિભાગે આજે તેમજ ગઈકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાયના તમામ જિલ્લાઓ રેડ એલર્ટ પર છે. હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ પર છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ભારે વરસાદને લઈને રેડ એલર્ટ પર છે. બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પર છે.
રાજ્યમાં મેઘરાજાની મહેરને પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો એટલે કે 100 ટકા ભરાઈ ગયા છે જ્યારે 46 જળાશયો-ડેમ 70 થી 100 ટકાની વચ્ચે હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત રાજ્યના 23 ડેમ 50 થી 70 ટકા ભરાઈ જતાં એલર્ટ કરાયા છે. જ્યારે 30 ડેમ 25 થી 50 ટકા અને 31 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.