ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમું પડેલું ચોમાસું શનિવારથી ફરી ગતિ પકડશે તેવી શક્યતા છે. આ સમય દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. બાલાલ પટેલના અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેને લઈ 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે.
આ સાથે જ પટેલે વાત કરી કે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવતી કાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
તો વળી અંબાલાલે મહિનાના અંત વિશે મોટી આગાહી કરી કે જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે, જેના કારણે ફરી વરસાદની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમ વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત, મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે પણ વરસાદને લઈ આગાહી કરી છે કે 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક બાદથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે.