આજની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર ખેડા, આણંદ, પંચમહાલમાં તેમજ દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ વરસાદનો વરતારો છે. ત્યારે અંબાલાલ પટેલે પણ નવી આગાહી કરી છે અને ગુજરાતીઓને ચોંકાવી દીધા છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 27 જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર ગુજરાત સહિત વડોદરા, ભરૂચ, સુરત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં 27 જુલાઈથી ઓગસ્ટ સુધીમાં નદી, નહેર અને ડેમમાં પાણી તરબોળ થશે.
અંબાલાલનું કહેવું છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદની આગાહી છે. જેમાં તારીખ 26 થી 29 જુલાઇમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તથા અમદાવાદ, ગાંધીનગરમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. તેમજ ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાની સાથે સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.