અંબાલાલ પટેલનું મહા-એલર્ટ: વાવાઝોડું અને જળબંબાકાર! જાણો કયા જિલ્લાઓમાં ખાબકશે આકાશી આફત

હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ વચ્ચે હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ અને આગામી શિયાળાની ઋતુ અંગે એક અત્યંત ચોંકાવનારી આગાહી કરી છે.…

હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ વચ્ચે હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ અને આગામી શિયાળાની ઋતુ અંગે એક અત્યંત ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 15 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદી માહોલ જળવાઈ રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં આ સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલો આ વરસાદ ખેડૂતોના પાકને નવું જીવતદાન આપનારો સાબિત થઈ શકે છે. અંબાલાલ પટેલની આ સચોટ આગાહી મુજબ, સામાન્ય રીતે 3 ઈંચથી લઈને તેનાથી પણ વધુ વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ખાબકી શકે છે.

વિસ્તારવાર આગાહી પર નજર કરીએ તો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની વિશેષ શક્યતા રહેલી છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને આણંદ જેવા મોટા શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. એટલું જ નહીં, અમદાવાદ શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે. આ ઉપરાંત, પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જેવા પટ્ટાના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવું સ્પષ્ટ અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *