અંબાલાલ પટેલની નવી આગાહી: 24થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતના આ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ

રાજ્યમાં ફરી એકવાર ચોમાસું મજબૂત થવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મોટી આગાહી કરી છે અને કહ્યું છે કે 24 થી 26…

varsad

રાજ્યમાં ફરી એકવાર ચોમાસું મજબૂત થવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મોટી આગાહી કરી છે અને કહ્યું છે કે 24 થી 26 જુલાઈ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને આણંદના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને વડોદરા અને આસપાસના વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. જો વરસાદી સિસ્ટમ મજબૂત બને છે, તો કેટલાક વિસ્તારોમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ પણ પડી શકે છે. અંબાલાલ પટેલના અંદાજ મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો વરસાદથી તરબોળ થઈ શકે છે. આ સાથે, કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર માટે પણ એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવો થી ભારે વરસાદ પડી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. આ ઉપરાંત, આગામી 2 થી 3 દિવસ દરમિયાન દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાનશાસ્ત્રીઓએ લોકોને ભારે વરસાદ દરમિયાન સાવચેત રહેવા, નદીઓ, નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી ગતિવિધિઓ ટાળવા અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા ભારે વરસાદ પડી શકે છે. આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીના આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે. હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ઝોનમાં પણ હળવો વરસાદ પડી શકે છે. આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *