અંબાલાલ પટેલે નવી આગાહીમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદની શક્યતા છે, અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર બાદ ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેશે. ઓક્ટોબર મહિનામાં હળવા ઝાપટા પડશે. સપ્ટેમ્બર અંત સુધીમાં ચોમાસાની અસર રહેશે.
૩ થી ૧૦ સપ્ટેમ્બરના વચ્ચે પણ રાજ્યમાં વરસાદી પ્રવાહ ચાલુ રહેશે તેવી અંબાલાલની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સમયમાં અતિભારે વરસાદ થવાનો અંદેશો છે. સાથોસાથ સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતે કહ્યું કે, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, જુનાગઢ અને જામનગરના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
તો આ તરફ હવામાન વિભાગે પણ નવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે. વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાઈ શકે છે. રાજ્યનાં દરિયાકાંઠે LC-3 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કારણ કે, 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.